કોરોના...કોરાના....કોરાના.....
જયાં જુઓ ત્યાં લોકોના મોંઢે એક જ વાત કોરોના...કોરોના...કોરોના...
આજના યુગમાં લોકોને ભગવાન કોઈ દિવસ લાકડી લઈને મારતો નથી, પણ મનુષ્ય પર કંઈકને કંઈક આપત્તિ માણસ ઉપર નાખી દે છે તે આપત્તિ તે કોરોના...
આપણે ટી.વી., ન્યૂઝ પેપર, મોબઈલ જેવા માધ્યમથી બીજા દેશો જેવા કે ચીન, અમેરિકા, ઈટાલી, સ્પેન જેવા દેશોમાં કોરોના વાઈરસ હવાથી ફેલાતો ચેપીરોગ છે અને ઘણા લોકો મૃત્યુ પામેલ છે, આ રોગ આપણા દેશ ભારતમાં પગપેસારો કરે તે પહેલાં આપણા લોકલાડીલા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાની કોઠાસૂઝથી પાણી પહેલા પાળ બાંધી. આ કોરોનાને ભારતમાં પગપેસારો કરતાં ઘણા અંશે રોકી શક્યા છીએ.
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકોને બે હાથ જોડી કોરોનાથી જીવ બચાવવા માટે એક સરળ અને સચોટઉપાય ઘરમાં રહો, સુરક્ષિત રહો. આ ટૂંકો મંત્ર આપીને તે મંત્રને
અનુસરવાનું કહેલ છે.
માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામાયણ, મહાભારતની લોકકથા દ્રારા આપણને લક્ષ્મણ રેખા ન ઓળંગવાની વાત કરીને આપણે સૌને ઘરમાં રહેવા માટે ભાર મુકેલ હતો. આપણે રામાયણમાં લોકકથામાં રામ લક્ષ્મણ જાનકી એ વચન પાળવા ૧૪ વર્ષ સુધી અયોધ્યા જેવું રાજય છોડી વનવાસ ભોગવેલ. મહાભારતની લોકકથામાં પાંડવો ૧૨ વર્ષ વનમાં રહ્યા અને ૧૩મા વર્ષ છુપા વેશે રહી ૧૩ વર્ષ વનમાં રહી વનવાસ પુરો કરેલ.
આપણે ભારતવાસીઓએ લોકડાઉનના દિવસે ફક્ત ને ફક્ત
✔✔ લોકડાઉન પાર્ટ-૧ તા. ૧૫-૦૪-૨૦૨૦ થી તા. ૦૩-૦૫-૨૦૨૦ સુધી - ૧૯ દિવસ. આમ કુલ દિવસો દરમિયાન ઘરમાં રહેવાનું હતું. આપણે આપણા ઘરમાં ભૌતિક સુવિધાઓ ટી.વી.,એ.સી., પંખા જેવા માધ્યમો વચ્ચે પરિવાર સાથે રહીને દિવસ પસાર કરવાનો હોય છે. આ સમય દરમિયાન આપણે યોગ, કસરત કરીને ધાર્મિક પુસ્તકો વાંચીને, વર્તમાન પેપર વાંચીને, મોબાઈલ દ્રારા કુટુંબના સભ્યોના પરિવાર સાથે આપણે સુખ સગવડથી દિવસો પસાર કરવાના હોય છે.
આ કોરોના એ વાઈરસ હવાથી ફેલાતો રોગ છે. આ કોરોના એક નરી આંખે ન દેખાતા ઝેરી વાઈરસથી ફેલાય છે. આ રોગથી આપણે ડરવાનું નથી, પણ તેનો હિંમતપૂર્વક ઘરમાં રહી સામનો કરવાનો આ કોરોનારૂપી રાક્ષસ બધાના ઘર આગળ ખોરાકની શોધમાં આ ઘરથી બીજા ઘેર ખોરાક્ની શોધમાં રઝળે છે. તે મનુષ્યના ખોરાક સિવાય કોઈનું ભક્ષણ કરતો નથી. તે ખોરાકની શોધમાં આમતેમ ફરે ત્યારે આપણે સૌ ગરમાં હોય તો તે ખોરાકની શોધમાં ફરે, ત્યારે બહાર મનુષ્યનો આહાર ન મળે તો ભટકી ભટકીને થાકીને ભુખ્યાપેટે ૧૦ થી ૧૫ દિવસમાં તે મૃત્યુ પામે છે. તેનું થડમૂળથી નામનિશાન રહેતું નથી માટે મોદી સહેબના આ મંત્રને અનુસરીને ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ.
કોરોનાથી બચવા મટેના સરળ અને સચોટ ઉપાય:
(૧) ઘરમાં રહો, સુરક્ષિત રહો.
(૨) મોં પર માસ્ક કે રૂમાલ કે દુપટ્ટો બાંધવો. હાથે પ્લાસ્ટિકના મોજા પહેરવા.
(૩) ઘરમાં રહીને અવારનવાર(વારંવાર) ૨૦સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવા.
(૪) મોં, આંખ, નાક જેવા ચહેરા ઉપર હાથ ના લગાડવો.
(૫) આપણે અવારનવાર સૂર્યના તડકામાં રહેવું અને પહેરવાના કપડાં તડકામાં સુક્વીને પછી પહેરવા વધારે હિતાવહ છે.
(૬) પાણી ગરમ કરીને પીવું તેમજ પાણીમાં તુલસીના પાન, કાળા મરી, સૂંઠ, આદુ, લવિંગ, તજ જેવાનો પાવડર બનાવી પાણીમાં ઉકાળીને ઉકાળો દિવસમાં બેથી ત્રણ વખત પીવો.
(૭) દૂધ વાપરતાં પહેલાં દૂધ ઉકાળીને તેમાં હળદર નાખીને દૂધ પીવું જોઈએ.
(૮) નાકમાં આંગળીથી ઘી, દિવેલ, (એરંડીયું) સરસીયું જેવા પ્રવાહીના ટીપા નાખવા જોઈએ.
(૯) બહાર જવાનું ટાળવું જોઈએ. અનિવાર્ય સંજોગોને કારણે બહાર જવાનું થાય તો મોંઢે માસ્ક પહેરીને કે રૂમાલ બાંધીને દરેક માણસ ૧ મીટર જેટલું અંતર રાખીને ચાલવું જોઈએ. સામસામે કોઈપણ પ્રકારની વાતચીત ન કરવી જોઈએ.
(૧૦) લોકોને હાથ ન મિલાવવો જોઈએ અને બે હાથ જોડીને નમસ્તે કહેવું તેમજ બને ત્યાં સુધી એટીએમનો ઉપયોગ ન કરવો જોઈએ.
(૧૧) શરદી, તાવ કે ખાંસી આવે તો તાત્કાલિક ડૉક્ટની સલાહ લેવી તેમજ ફોન નં. ૧૦૪, ફોન નં. ૧૦૮નો ઉપયોગ કરીને ડૉક્ટરને જાણ કરવી. કલમ-૧૪૪નો ચુસ્તપણે અમલ કરવો.
(૧૨) સરકારશ્રી જે કોરોનાની સાવચેતી આપે તે સુચનાનો ચુસ્તપણે અમલ કરવો.
(૧૩) શાકભાજી વિના ચલાવવું. લાવવાનું થાય તો ગરમ પાણી કરીને તેમાં મીઠું, ખાવાના સોડા પાણીમાં નાખી તે પાણીમાં શાકભાજી તેમજ દૂધની થેલી નાખીને થોડા સમય પછી વાપરવા જોઈએ.
(૧૪) કોરોનાના સમયે ખાટા ફળો તેમજ ઠંડી મીઠાઈ જેવા કે શીખંડ, મઠો, ગળી મીઠાઈ ખાવાનો આગ્રહ ન રાખવો. આ સમય દરમિયાન આઈસ્ક્રીમ પણ ન ખાવી જોઈએ. ઠંડા પીણા ન પીવા જોઈએ આ કોરોના દરમિયાન આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ જે સાવચેતીના પગલાની સલાહ સૂચન આપે તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. મુખ્યમંત્રીશ્રી દ્રારા જિલ્લામાં, તાલુકામાં તેમજ ગામડામાં અપાતી સલાહ સૂચન તેમજ કાયદાનો અમલ કરી સરકારને સાથ સહકાર આપી ચુસ્તપણે અમલ કરવો જોઈએ.
આપણે સૌએ ઘરમાં રહી જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. આપણે અફવાઓ ફેલાવવી જોઈએ.અફવાઓથી દૂર રહેવું જોઈએ.આપણે ઘરના એક વડીલ સભ્ય કામ વિના બહાર નીકળી એક્ભુલ કરીએ તો કોરોનાને આપણે આમંત્રણ આપી શકીએ છીએ. દરેક ગામને સેનેટાઈઝ કરવા જોઈએ. ગામને કોરોનાના સંક્રમણથી બચાવવા દવાનો છંટકાવ કરવો જોઈએ તેમજ આપણા ઘરની સફાઈ તેમજ આપણ ઘરના આંગણાની સફાઈ કરવી જોઈએ.
"સ્વચ્છતા ત્યાં પ્રભુતા'' ''ગંદવાડ ત્યાં મંદવાડ'' આ વાત ધ્યાનમાં રાખીને સ્વચ્છતા રાખવી જોઈએ તેમજ જાહેર જગ્યાએ થૂક્વું જોઈએ નહિ.
આપણે કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, પુર, રોગચાળો, યુધ્દ્ર જેવી આફતોમાંથી આપણે ઉગરી શ્ક્યા છીએ તો આ કોરોના વાયરસથી બચવા માટે ઘરમાં રહીને આપણો જીવ બચાવી શકીશું. આપણે આત્મવિશ્વાસ કેળવવો જોઈએ.
''ઘરમાં રહો સુરક્ષિત રહો'' આ મંત્રને આપણે ન અનુસરીને ઘર બહાર નીકળીએ તો કોઈને કોરોના થયેલ વ્યક્તિનો સ્પર્શ થતાં અડકી જતાં એક ભુલ કરી બેસીએ તો કોરોના બક્ષિસ મફતમાં મોતને આપણે નોતરી શકીએ છીએ અને આપણા હર્યાભર્યા કુટુંબના પરિવારને મોતના મુખમાં આપણે ધકેલી શકીએ છીએ.આ આપણી લડાઈ કોરોના સમેની છે. ઘરમાં રહી કોરોના સામેની લડાઈમાં ૨ મહિના સુધી આપણે સૌ ઘરમાં રહીશું તો અવશ્ય કોરોના સામેની લડાઈમાં જીત મેળવીશું.
''જન સેવા એજ પ્રભુ સેવા'' આ વાતને અનુસરીને સેવાભાવી સંસ્થાઓ, વેપારીઓ, કર્મચારીઓ, અન્ય લોકોએ ભુખ્યાને ભોજન આપીને અન્રક્ષેત્ર ચલાવીને ગરીબ લોકોની સેવા કરેલ છે. તેમજ આ સંસ્થાઓ કોરોનાના આપત્તિ સમયે સરકારને સહકાર આપવા ઉદાર હાથે ફાળો આપી સરકારને મદદરૂપ બનેલ છે.
હાલ વેપારીના કામધંધા બંધ છે, લોકોની મજૂરી બંધ છે, તે સમયે સરકારે ગરીબ લોકોને મફતમાં અનાજનું વિતરણ કરેલ છે. વિધવા પેંશનોને સહાય તેમજ ખેડૂતોને રૂ. ૨૦૦૦-ખાતામાં આપી રાહતની કામગીરી કરેલ છે, તો આપણે આ ભગીરથ કાર્યમાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપી સરકારને સહકાર આપીએ.
મને આવા કપરા સમયમાં એ વાતનું ઘણું દુ:ખ થાય છે કે ખાધસામગ્રીના વેપારી તેમજ તમાકુ, ગુટખાના હોલસેલ વેપારી માલની અછત ઊભી કરીને આ માલના કાળાબજાર કરીને સારી એવી કમાણી કરીને દેશદ્રોહી બનેલ છે. હસી હસીને લીધેલ રોઈ રોઈને ભોગવવું પડે છે. આ કાળાબજારી વેપારીને કુદરત સાંખી નહિ લે અને તેઓ કુદરતના ગુનેગાર બનેલ છે. તેઓને કુદરત ક્યારેય માફ નહિ કરે.
હાલના આ કોરોના કપરા સમયે જાનનું જોખમ વેઠીને હાલ ખડેપગે ઊભા રહેલ ડૉક્ટરો તથા પોલીસકર્મીઓ તેમજ સફાઈ કર્મીઓને મારા તથા સૌના લાખ લાખ વંદન તેમની આ કપરી સ્થિતિમાં તેમની જીવના જોખમની કામગીરીને આપણે સૌ બિરદાવીએ છીએ.
આવા કપરા સમયે સૌએ કોઈ જાતના ભેદભાવ સિવાય ખભેખભો મિલાવી સહકાર આપવા વિનંતી.
સૌનો સહકાર, સૌનો વિકાસ.








1 Comments
good job
ReplyDelete