આપવાવાળો !
એક ગામમાં રામુ નામનો એક ખેડુત રહેતો હતો. તે ખૂબજ્ પ્રામાણિક અને ભોળો હતો. તે હંમેશાં બીજાની મદદ કરવા તૈયાર રહેતો હતો. એક સમયની વાત છે , તે સાંજના સમયે શૌચક્રિયા કરવા માટે ખેતરની બાજુએ ગયો. શૌચક્રિયા પતાવી તે જયાં ઘર તરફ પાછો વળે છે , ત્યાં તેને પગમાં એક અડદના છોડનો ખૂંટો વાગી ગયો. તેને ખૂબ જ દર્દ થયું. તેણે વિચાર્યું કે આ ખૂંટો બીજા કોઈકના પગમાં વાગી જાય તેના કરતાં તેને ઉખેડી નાખું. તેણે જોર લગાવીને ખૂંટો ઉખાડી નાખ્યો. ખૂંટાની નીચે તેને થોડાં સોનાના સિક્કાના પાત્રો જોયા. તેણે વિચાર કર્યો કે ન જાણે કે આ સિક્કા કોના હશે ? હું કેમ લઉં ? કદાચ આ સોનાના સિક્કા મારા માટે હ્શે તો જે રામ ને આ બતાવ્યા છે તે ઘર સુધી પણ પહોંચાડશે.
![]() |
પાડોશીએ કહ્યું કે રામુએ આપણને મારવા માટેની આ સુંદર યુક્તિ કરી છે. આપણે પણ તેનો જવાબ આપવો જ પડશે .તેણે પોતાના સભ્યોને કહ્યું કે, આ પાંચેય ધાતુના પાત્ર ઉઠાવીને લઈ લો, અને રામુના ઘરના છાપરા ફાડીને વિંછીઓ તેના ઘરમાં નાખી દો. તેથી વિંછી કરડવાથી રામુ અને તેની પત્નીની જીવનલીલા અહીં જ સમાપ્ત થઈ જાય. ઘરના સભ્યોએ આ પ્રમાણે જ કર્યું. પરંતુ ધન્ય છે ! ઉપરવાળાને (ભગવાનને) અને તેની કૃપાને. જયારે છાપરામાંથી વિંછી ઘરમાં આવતા હતા ત્યારે તે વિંછીની જગ્યાએ સોનાના સિક્કા બની જતા હતા. સવારે વહેલા રામુ જાગ્યો તો તેણે સોનાના સિક્કાના ઢગલાને જોયા. તેણે ભગવાનને ધન્યવાદ આપ્યા એ પોતાની પત્નીને બોલાવીને કહ્યું, ''જોયું ! આપવાવાળો જયારે આપે છે ત્યારે છાપરું ફાડીને આપે છે.''


2 Comments
Khare khar god is a gret
ReplyDeleteGod is great
ReplyDelete