શ્રેષ્ઠ ધન : સંતોષધન !

શ્રેષ્ઠ ધન : સંતોષધન !


              એક રાજાને ત્યાં સંત પધાર્યા. રાજાએ સંતને ખૂબ આદરપૂર્વક પોતાના મહેલમાં રાખ્યા. વિદાય થતી વખતે સંતે રાજાને કહ્યું : ''રાજન ! આવતા માહિનામાં તમારે ત્યાં પાંચ ભિક્ષુક આવશે... એ તમારી પાસેથી કઈ લેવા માટે નહીં આવે, પરંતુ તમને કોઈ મૂલ્યવાન વસ્તુ આપીને ચાલ્યા જશે.

              એક દિવસે એક ભિક્ષુક આવ્યો, ને કિંમતી રત્નો આપીને ચાલ્યો ગયો. થોડા દિવસ પછી ભિક્ષુક આવ્યો. એ કિંમતી વસ્ત્રો આપીને ચાલ્યો ગયો. ત્રીજો ભિક્ષુક આવ્યો. એ ઉત્તમ ગ્રંથો આપીને વિદાય થયો. ચોથો ભિક્ષુક ભવ્યાતિભવ્ય રાજમહેલની ચાવી લઈને આવ્યો. રાજા તો રાજમહેલની ચમકદમક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો !

           હવે રાજા પાંચમા ભિક્ષુકની તીવ્ર રાહ જોવા લાગ્યો. વરસો વીતી ગયા, પરંતુ પાંચમો ભિક્ષુક આવ્યોનહીં.

             એક દિવસ પેલા સંત પુનઃ પધાર્યા. રાજાએ કહ્યું: "મહારાજ ! હું પાંચમા ભિક્ષુકની પ્રતીક્ષા કરું છું. પરંતુ એનું આગમન થયું નહીં. તેથી હું બેચેન છું !

              સંતે કહ્યું : 'રાજન ! પાંચમો ભિક્ષુક પોતાના ભિક્ષાપાત્રમાં મૂલ્યવાન ચીજ લઈને આવ્યો હતો, પરંતુ મહેલના ચોકીદારે એને દાખલ થવા દીધો નહીં, તેથી એ નિરાશ થઈને પાછો વળી ગયો.

              સંતની વાત સાંભળીને રાજા દુ:ખી થયો, અને પૂછૂયું : 'મહારાજ ! એના ભિક્ષાપાત્રમાં શું હતું?'

              સંતે કહ્યું : "એના ભિક્ષાપાત્રમાં સંતોષ નામની અમૂલ્ય ચીજ હતી !''

              સાચું કહ્યું છે :
              ''गोधन, गजधन, बाजिधन और रतनधन खान।
              जब आवै संतोषधन, सब धन धूरि समान ॥''

Post a Comment

0 Comments

આપવાવાળો !